રાજુલા શહેર ખાતે પરમધામવાસી પ્રવીણભાઈ લલ્લુભાઈ જોટંગીયાની ૭મી માસિક પુણ્યતિથિ નિમિત્તે બુધવારે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
કોટેશ્વર મહાદેવ મંદિર, જાફરાબાદ રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ સાત બહેનોને અનાજની કીટનું વિતરણ, ચકલીના માળા, પાણીના કુંડાનું અને હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું હતું તેમ જ સંત ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.