૨૦૨૬ માં ૧૬ મેની રાત્રે, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે એક શાનદાર ઘટના બની, જેણે ટી ૨૦ ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ હાઈ-સ્કોરિંગ મેચે ટ ૨૦ ક્રિકેટમાં પહેલા ક્યારેય ન જાયેલો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
હકીકતમાં,આઇપીએલ ૨૦૨૬ ની ૬૦મી મેચમાં, બંને ટીમના ત્રણ બેટ્‌સમેનોએ અડધી સદી ફટકારી. આ પહેલી વાર બન્યું જ્યારે છ બેટ્‌સમેનોએ ટી ૨૦ મેચમાં ૫૦+ સ્કોર બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ ૨૯ રનથી જીતી, ગુજરાત ટાઇટન્સની પાંચ મેચ જીતવાની શ્રેણી તોડી નાખી અને પ્લેઓફની આશા જીવંત રાખી.
પ્રથમ બેટિંગ કરતા, કેકેઆરએ ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૪૭ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. વિસ્ફોટક ઓપનર ફિન એલને માત્ર ૩૫ બોલમાં ૯૩ રન ફટકાર્યા. તેની ઇનિંગ ચોગ્ગા અને છગ્ગાથી ભરેલી હતી. ત્યારબાદ યુવા બેટ્‌સમેન અંગક્રિશ રઘુવંશીએ અણનમ ૮૨ રન બનાવ્યા, જ્યારે કેમેરોન ગ્રીન ૫૨ રન બનાવીને અણનમ રહ્યા.
૨૪૮ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે પણ જારદાર જવાબ આપ્યો. કેપ્ટન શુભમન ગિલે ૪૯ બોલમાં ૮૫ રનની શાનદાર ઇનિંગ રમી. જાસ બટલરે ૫૭ રન બનાવ્યા અને સાઈ સુદર્શન ૫૩ રન બનાવી અણનમ રહ્યા. જાકે, ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૮ રન જ બનાવી શકી. આ મેચની ખાસ વાત એ હતી કે બંને ટીમોના કુલ છ બેટ્‌સમેનોએ અડધી સદી ફટકારી, જે ટી૨૦ ક્રિકેટના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જાવા ન મળે તેવી સિદ્ધિ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સુનીલ નારાયણે શાનદાર પ્રદર્શન કર્યું, બે વિકેટ લીધી, જ્યારે સૌરભ દુબેને પણ એક વિકેટ લીધી. ગુજરાત માટે આર સાઈ કિશોર અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી, પરંતુ કેકેઆરના બેટ્‌સમેનોના તોફાન સામે ગુજરાતની બોલિંગ ફિક્કી પડી ગઈ.
નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે હવે લીગ તબક્કામાં બે મેચ બાકી છે. ટીમ ૨૦ મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ૨૪ મેના રોજ દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. દરમિયાન, ગુજરાત ટાઇટન્સ ૧ મેના રોજ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમની છેલ્લી લીગ સ્ટેજ મેચ રમશે.