અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક અને સુવર્ણ તક સામે આવી છે. હવે સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાઓની જેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવી શકશે.એએમસી સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ‰મેન્ટ ઉત્પાદક કંપની ‘યામાહા’ વચ્ચે આ અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટની શરૂઆત પાયલોટ બેઝ પર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ૨૪ મ્યુનિસિપલ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોમાં છુપાયેલી કલા અને સંગીતની પ્રતિભાને વૈશ્વિક મંચ મળશે.
કિટમાં શું મળશે? બધું જ તદ્દન મફત!
વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ આર્થિક ભાર ન પડે તે માટે છસ્ઝ્ર અને યામાહા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પસંદ થયેલા તમામ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને નીચે મુજબની કિટ મફત અપાશેઃ
આધુનિક રેકોર્ડરઃ સંગીત શીખવા માટેનું પ્રોફેશનલ ઇન્સ્ટ‰મેન્ટ.
સ્પેશિયલ બુક સેટઃ સંગીતની થીયરી અને પ્રેક્ટિસ માટેના પુસ્તકો.
એએમસી સ્કૂલ બોર્ડનો મુખ્ય હેતુ બાળકોનો માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ કરવાનો છે. સંગીત શીખવાથી બાળકોમાં એકાગ્રતા વધશે અને તેઓ ભવિષ્યમાં કલાના ક્ષેત્રમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકશે. સરકારી શાળાઓના સ્તરને ઊંચું લાવવા માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.






































