ખાંભાના ધાવડિયા ગામે એક મહિલાને માથામાં પાવડાના હાથાનો ઘા મારવામાં આવ્યો હતો, તેમજ વાળ પકડી નીચે પછાડી ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. આ અંગે અંજુબેન પ્રવીણભાઇ દાફડા (ઉ.વ. ૨૯) એ રવજીભાઇ ખોડાભાઇ દાફડા, ખોડાભાઇ ભીખાભાઇ દાફડા અને જસુબેન ખોડાભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેઓ ઘરે હતા ત્યારે રવજીભાઈ ખોડાભાઈ દાફડાએ આવીને અપશબ્દો બોલી માથાના ભાગે પાવડાના હાથાનો એક ઘા માર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મહિલાને વાળ પકડી નીચે પછાડી દીધા હતા અને શરીરે ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો.
આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































