અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની વિવિધ ૨૪ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી તારીખ ૩૦ મે, ૨૦૨૬ના રોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૬૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. પસંદગી પામેલા ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર માસિક માનદ વેતન મળવાપાત્ર રહેશે.નિયત અરજી પત્રક સરકારી સમય દરમિયાન ખાંભા મામલતદાર કચેરી અથવા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, અમરેલી ખાતેથી મેળવી ભરેલું ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે નિયત સમય મર્યાદામાં મામલતદાર કચેરી ખાંભા ખાતે જમા કરાવવાનું રહેશે. આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.










































