અમરેલીમાં આનંદ પરિવાર તથા તુલસી મહિલા મંડળ દ્વારા આયોજીત રામકથાનો તા.૧૭ના રોજ પ્રારંભ થયો છે. કથાની પૂર્ણાહુતિ તા.રપના રોજ થશે. કથા દરમ્યાન તા.૧૯ ના રોજ શિવ-પાર્વતી વિવાહ, તા.ર૦ના રોજ શ્રી રામ પ્રાગટય ઉત્સવ, તા.રરના સીતારામ વિવાહ, તા.ર૩ના રોજ ભરતમિલાપ, તા.ર૪ના રોજ હનુમંત ચરિત્ર, તા.રપના રોજ રામ રાજયાભિષેક જેવા પ્રસંગો યોજાશે. કથાનો સમય રાત્રે ૮થી ૧૧ઃ૩૦ કલાક રહેશે. કથા સ્થળઃ રામજીમંદિર પટાંગણ, આનંદનગર અમરેલી રહેશે. કથાના વકતા તરીકેઃ રવિરામ બાપુ હરિયાણી પોતાના શબ્દોથી રસપાન કરાવી રહ્યા છે.