ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા.૦૯-૦૫-૨૦૨૬ને શનિવારના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં ૨૦૨૬-૨૭ના વર્ષ માટે દિપક જાદવની પ્રમુખ તરીકે અને ભરત ગાંગાણીની મહામંત્રી તરીકે બિનહરિફ જાહેર કરાયા હતા.ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. તેમાં ઉપપ્રમુખ તરીકે વિક્ટર ડામોર, વિપુલ ચૌહાણ, ઉમંગ ચૌધરી અને કૌશિક ગજ્જર, સહમંત્રી તરીકે ફોરમ રાઠોડ, ખજાનચી તરીકે મોતીન્દ્ર ખત્રીની નિમણૂંક કરવામાં આવી છે.સંગઠન મંત્રી તરીકે હર્ષદ રૂપાપરા (વડી કચેરી), વિરેન્દ્રસિંહ પરમાર (સૌરાષ્ટ્ર ઝોન), વિશાલ કડિયા (મધ્ય ઝોન), નરેશ પટેલ (દક્ષિણ ઝોન), મિનેશ પટેલ (ઉત્તર ઝોન) તથા કૌશિક શીશાંગિયા (જૂનાગઢ ઝોન)ની નિમણૂંક કરવામાં આવી છે.કારોબારી સભ્યોમાં જયંતિલાલ ચૌધરી, મહેશ પટેલ, ચૈતાલી પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રિયજીતસિંહ રાજપુત, સરફરાજ બાદી, રૂચા રાવલ, દિપીકા મકવાણા, સેજલ દવે, હિમાંશુ નાયક, અક્ષય દેસાઇ, ભાલચંદ્ર વિઝુંડા, નિતિન રથવી, વિવેક ગોહિલ, દેવરાજસિંહ ચૌહાણ, અરવિંદ ચૌધરી, જયદિપસિંહ ઝાલા, અરૂણા ડાવરા, વૃંદા જોષી અને અવની પટેલની વરણી કરવામાં આવી છે.







































