અમરેલી સહિત જિલ્લામાં તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લાં ત્રણ દિવસથી અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીને કારણે શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે ભારે ગરમીને લઈ હવામાન વિભાગે સાવચેત રહેવા અપીલ કરી છે.







































