અમરેલી જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળોએથી કુલ ૪ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં સાવરકુંડલામાં એક મહિલા પાસેથી ૨ લીટર અને રોહીસા ગામેથી ૨ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, જેઠીયાવદર, અમરેલી, જામકા, ચલાલા અને સાવરકુંડલામાંથી એક-એક મળી કુલ ૫ ઈસમો નશાની હાલતમાં ફરતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી.