જાફરાબાદના બાબરકોટ ગામની ૭૦ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપવાની હિલચાલથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વિસ્તાર એશિયાટિક લાયન એટલે કે સિંહોનો કાયમી વસવાટ ધરાવે છે અને જો અહીં માઇનિંગની મંજૂરી અપાશે તો સિંહોનું કુદરતી રહેઠાણ છીનવાઈ જશે. વન્ય પ્રાણીઓ રહેઠાણ ગુમાવતા માનવ વસાહતો તરફ વળશે જેનાથી ભવિષ્યમાં માનવ-પ્રાણી સંઘર્ષ વધવાની પ્રબળ શક્યતા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ભેદી મૌન અનેક તર્ક-વિતર્ક સર્જી રહ્યું છે.








































