તમિલનાડુમાં નવી સરકારની રચના થઈ છે, અને ટીવીકે પાર્ટીના વડા જાસેફ વિજયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના ધારાસભ્યોનો ટેકો છે. અગાઉ, એવી ચર્ચા હતી કે રાજ્યમાં ડીએમકે  અને એઆઇએડીએમકે સાથે મળીને સરકાર બનાવી શકે છે. જો કે, હવે વિજયના નેતૃત્વમાં સરકાર બની ગયા પછી, એઆઇએડીએમકેમાં ભાગલા પડ્યા છે. પાર્ટીના ધારાસભ્યો વેલુમણી અને શનમુગમના નેતૃત્વ હેઠળના જૂથે શાસક ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી છે.

એઆઇએડીએમકેના નેતા સીવી શનમુગમે કહ્યું, “એડાપ્પડી કે. પલાનીસ્વામીએ ટીવીકેના સમર્થનથી મુખ્યમંત્રી બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો; જોકે, મોટાભાગના ધારાસભ્યોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. પરિણામે, એઆઇએડીએમકે કોઈપણ પક્ષ સાથે જાડાણમાં નથી, અને એક નવું જોડાણ બનાવવું પડશે. તેથી, લોકોના નિર્ણયને સ્વીકારીને, એઆઇએડીએમકે વિધાનસભા પક્ષે ટીવીકે સરકારને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.એસપી વેલુમણી અને જી. હરિને અનુક્રમે વિધાનસભા પક્ષના નેતા અને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. અમે એકતામાં રહીશું.” એસપી વેલુમાનીએ કહ્યું, “અમારો એઆઇએડીએમકેને તોડવાનો કોઈ ઈરાદો નથી. અમે એઆઇએડીએમકે માટે ચિંતિત છીએ.”

એઆઇએડીએમકેના નેતા સીવી શનમુગમએ કહ્યું, “અમે ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય લીધો, જે જીત્યો. અમે આ પાર્ટી ડીએમકે વિરુદ્ધ સ્થાપી. ૫૩ વર્ષથી, અમારી રાજનીતિ ડીએમકે વિરુદ્ધ રહી છે. આ ઇતિહાસને જાતાં, એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ડીએમકેના સમર્થનથી એઆઇએડીએમકે  સરકાર રચાય; જાકે, અમારા મોટાભાગના સભ્યોએ તેનો અસ્વીકાર કર્યો અને તેનો વિરોધ કર્યો.

એઆઇએડીએમકેના નેતા સીવી શનમુગમએ કહ્યું, “જો અમે ડીએમકે  સાથે જાડાણ કર્યું હોત, તો એઆઇએડીએમકેનું અસ્તીત્વ જ ખતમ થઈ ગયું હોત. તેઓએ આવી પરિસ્થિતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં અમે કોઈ જોડાણ વિના છીએ, અને અમારું ધ્યાન હવે અમારા પક્ષને ફરીથી મજબૂત બનાવવા પર હોવું જોઈએ. આખરે, અમે ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય લીધો, જે વિજયી બન્યો.”