શ્રી ભોજલરામ નાગરીક શરાફી સહકારી મંડળી લિમિટેડના એક સભાસદનું દુઃખદ અવસાન થતા સંસ્થા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે તેમના પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. આ પ્રસંગે મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડીયા તથા અગ્રણીઓ સર્વે મૃગેશભાઈ કોટડિયા, દલસુખભાઈ ભેસાણીયા, જયેશભાઈ પટેલ, જીતુભાઈ વઘાસીયા, ફુલાભાઈ કોરાટ, રામભાઈ ગજેરા અને બાબુભાઈ બાબરિયાની ઉપસ્થિતિમાં
મૃતક સભાસદના વારસદાર મીનાબેન રમણીકભાઈ કોરાટને રૂ. ૧,૫૦,૦૦૦/-નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. મંડળીના સેક્રેટરી ક્રિનલબેન ગેડીયાએ અખબારી યાદીમાં સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિની વિગતવાર માહિતી આપી હતી.