અમરેલીના પંચવટી ફાર્મ ખાતે વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા ‘આર્ટ ઓફ લિવિંગ’ ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી ના ૭૦મા જન્મદિન તથા સંસ્થાના ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પંચવટી ફાર્મ, ચિત્તલ રોડ, અમરેલી ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આર્ટ ઓફ લિવિંગ પરિવારજનો, આગેવાનો, મહાનુભાવો તથા નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. આર્ટ ઓફ લિવિંગ પરિવારની શોર્ટ ફિલ્મ દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. અમરેલીના યોગ ટીચર ઉમેશભાઈ દુધાતે સ્વાગત પ્રવચન કર્યું હતું.જ્યૂરી વાસુદેવ સોઢા અને પ્રો.જે.ડી.સાવલિયા,પ્રતિષ્ઠીત વ્યક્તિ ભુપતભાઇ ભુવા અને કેતનભાઈ ધોળકિયા તેમજ એવોર્ડ વિજેતા વસંતભાઈ મોવલિયા અને સાગર મહેતા તેમજ ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશભાઈ દેસાઈ, ડો.જી.જે.ગજેરા, રમેશભાઈ કાથરોટિયા, મેહુલભાઈ ધોરાજીયા, અનિલભાઈ મેતલિયા, ડો.ભાવેશભાઈ મહેતા, ઋજુલભાઈ ગોંડલિયા, બકુલભાઈ ભટ્ટ,કાળુભાઈ સુહાગિયા, ચતુરભાઈ ખુંટ,દયાળભાઈ સંઘાણી,મુકેશભાઈ કોરાટ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્‌યા હતા. સમાજ અને વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ બદલ જાણીતા બિઝનેસમેન વસંતભાઈ બાવાલાલભાઈ મોવલિયાને “અનસંગ બિઝનેસ કેટેગરી હીરો એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ યુવા ક્ષેત્રે પ્રેરણાદાયી કામગીરી બદલ સાગરભાઈ મહેતાને “અનસંગ યૂથ કેટેગરી હીરો એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ પ્રાપ્ત કરનાર બંને મહાનુભાવોને ઉપસ્થિત આગેવાનો અને મહેમાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.વસંતભાઈ મોવલિયા એ પોતાનો પ્રતિભાવ લાગણીસભર શબ્દોમાં વ્યક્ત કરીને આર્ટ ઓફ લિવિંગ પરિવાર અને ગુરુજીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુરુદેવના જીવનમૂલ્યો, માનવસેવા, યોગ, ધ્યાન અને જીવનમાં સકારાત્મકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ગુરુજીના ૭૦ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૭૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌ માટે શીતલ આઈસ્ક્રીમ તરફથી આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આર્ટ ઓફ લિવિંગ અમરેલી પરિવાર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ભરત બાવીશીએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા આર્ટ ઓફ લિવિંગ પરિવારની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.