ધારી-અમરેલી રોડ પર ગત વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. અમરેલીના રહેવાસી અનસ સલીમભાઈ મોગલ પોતાની મારૂતિ સુઝુકી કેરી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ર્મોનિંગ વોક પર નીકળેલા એક નિવૃત્ત મામલતદારને અડફેટમાં લીધા હતા. આ અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાની ગાડી સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી અનસ મોગલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.