“સેવા એ સાધના” ના સૂત્રથી પ્રેરિત થઈને, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે બિહારના સારણ જિલ્લામાં ૧૫૦ કરોડના વિશાળ આંખની આરોગ્ય સંભાળ કાર્યક્રમનો શિલાન્યાસ કર્યો. આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં સસ્તી આંખની સંભાળ સુનિશ્ચિત કરશે. સારણ જિલ્લાના મસ્તીચકમાં અદાણી સેન્ટર ફોર આઇ ડિસીઝના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપતા ગૌતમ અદાણીએ દેશભરમાં બીજા એક મોટા આંખ આરોગ્ય સંભાળ મિશનની પણ જાહેરાત કરી. મસ્તીચકમાં શરૂ કરવામાં આવી રહેલી આ પહેલ વાર્ષિક આશરે ૩.૩ લાખ આંખની શ†ક્રિયાઓને સક્ષમ બનાવશે. વધુમાં, દર વર્ષે ૧,૦૦૦ આરોગ્ય વ્યાવસાયિકોને આંખની સંભાળના ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવશે. આ પહેલ વિશ્વના સૌથી મોટા ગ્રામીણ આંખની સંભાળ નેટવર્કમાંનું એક બની શકે છે.
ગૌતમ અદાણી, અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રીતિ અદાણી સાથે, જણાવ્યું હતું કે એસીઇ જરૂરિયાતમંદોને સુલભ અને સસ્તી આંખની સંભાળ પૂરી પાડવાનો એક મોટો પ્રયાસ હશે. અગાઉ, અદાણી ગ્રુપના અધ્યક્ષ અને પ્રીતિ અદાણીએ આ વિસ્તારમાં ગાયત્રી શક્તિપીઠની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂજા કરી હતી.
અદાણી ગ્રુપની સીએસઆર શાખા, અદાણી ફાઉન્ડેશન, અખંડ જ્યોતિ આંખની હોસ્પિટલના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ૧૫૦ કરોડનું યોગદાન આપશે. આ રકમનો ઉપયોગ મસ્તીચકમાં અને અદાણી ટ્રેનિંગ ઇન ઓપ્થેલ્મીક મેડિસિન સ્થાપિત કરવા માટે કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગ રૂપે દસ એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. આનાથી બિહાર અને તેની આસપાસના દૂરના ગામડાઓમાં આંખની સંભાળ સુલભ બનશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, ગૌતમ અદાણીએ લખ્યું, “અદાણી અખંડ જ્યોતિ ટ્રસ્ટ સમર્પણ, સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે અથાક કાર્ય કરવાનું ચાલુ રાખશે. અમે આગામી વર્ષોમાં સેવા અને માનવતાના આ પવિત્ર કાર્યો માટે ૭૦૦ કરોડથી વધુનું યોગદાન આપવાનું વચન આપ્યું છે. બિહાર હંમેશા એક એવી ભૂમિ રહી છે જેણે રાષ્ટ્રને એક નવી ચેતના આપી છે. આ ઉમદા પહેલ સેવા, મૂલ્યો અને સમર્પણની એ જ ભાવના દ્વારા દેશમાં નવો પ્રકાશ લાવવાનો પ્રયાસ છે. બિહારના લોકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર.”
ગૌતમ અદાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “આજે, બિહારની આ પવિત્ર ભૂમિ મસ્તીચક પહોંચીને, મારું હૃદય ગર્વ, લાગણી અને ઊંડા સ્નેહથી ભરાઈ ગયું છે. ગાયત્રી શક્તિપીઠની મુલાકાત લઈને, મેં એક પ્રચંડ ઉર્જા અને આધ્યાત્મીક પ્રેરણાનો અનુભવ કર્યો.” કોઈની દૃષ્ટિ પાછી મેળવવી એ માત્ર એક સારવાર નથી, પરંતુ તેમના જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ગૌરવ પુનઃસ્થાપિત કરવાનું એક પવિત્ર કાર્ય છે. ગાયત્રી પરિવાર, અખંડ જ્યોતિ અને આદરણીય મૃત્યુંજય જી જે રીતે તેમની સેવાની ભાવના દ્વારા સમાજને નવી દિશા આપી રહ્યા છે તે મારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગયું છે. આ અસાધારણ કાર્ય માટે તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ. અમારા માટે, ‘સેવા એ સાધના’ ફક્ત એક સૂત્ર નથી, પરંતુ કરુણાને કાર્યમાં પરિવર્તિત કરવાની પ્રેરણા છે.”
તેમણે કહ્યું, “અખંડ જ્યોતિ ફાઉન્ડેશન પણ સમાજ સેવા દ્વારા આ વિચારને સાકાર કરી રહ્યું છે. આ ભાવના સાથે, અમે અદાણી ફાઉન્ડેશન અને અખંડ જ્યોતિ હોસ્પિટલના સહયોગથી એસીઇ શરૂ કરી રહ્યા છીએ, જે જરૂરિયાતમંદોને સુલભ અને સસ્તી આંખની સંભાળ પૂરી પાડવાનો એક મોટો પ્રયાસ હશે. વધુમાં, છ્ર્ંસ્ (અદાણી ટ્રેનિંગ સેન્ટર ફોર ઓપ્થેલ્મીક મેડિસિન) દ્વારા, અમે નેત્રરોગ ચિકિત્સકો અને મહિલા આરોગ્ય કાર્યકરોની એક નવી પેઢી તૈયાર કરીશું. અમે બિહારની આ પવિત્ર ભૂમિથી શરૂ થયેલી સેવાની આ મશાલને આવનારા વર્ષોમાં દેશભરના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.”






































