અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને મેરા યુવા ભારત (MY Bharat) અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ૧૫થી ૨૯ વર્ષની વયના વધુમાં વધુ યુવાનોને માય ભારત પોર્ટલ સાથે જોડવા માટે વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજો, એનએસએસ, એનસીસી, રમતગમત વિભાગ તેમજ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને નોંધણી અભિયાનને વધુ અસરકારક બનાવવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન માય ભારત પોર્ટલના નોંધણી અભિયાનના પોસ્ટરનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.









































