ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદમાં એર ઇન્ડિયાની એઆઇ-૧૭૧ વિમાન દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ વિમાન દુર્ઘટનામાં પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવનારા અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડાના રોમિન વોહરાએ દાવો કર્યો છે કે, તેમણે સિવિલ હોસ્પિટલના શબઘરમાં ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ જાયો હતો, જે વિમાનની સીટ પર બેઠા હોય તેવી કડક સ્થિતિમાં હતા અને તેમના હાથમાં વિમાનનું સ્ટીયરીંગ પકડેલું હતું. આ દાવો દર્શાવે છે કે પાયલોટે અંતિમ સેકન્ડ સુધી વિમાનને કંટ્રોલ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
ખેડા જિલ્લાના રહેવાસી રોમિન વોહરાએ આ દાવો કર્યો છે. દુર્ઘટનાના કારણો અને વિમાનની ઉડાનની અંતિમ ક્ષણો દરમિયાન કોકપિટમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઇને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ નવી વાત સામે આવી છે.
૧૦૦થી વધુ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો દાવો કરતી અમેરિકા સ્થિત એક લા ફર્મના અધિકારીએ કહ્યું- આ દુર્ઘટના માટે કોઇ એક વ્યક્તિને દોષ આપતા પહેલા દુર્ઘટનાની તપાસ સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા થવી જાઇએ. અધિકારીએ કહ્યું, “પીડિત પરિવારોને સત્ય જાણવાનો હક છે. શક્તિશાળી કંપનીઓ અથવા સંસ્થાઓને બચાવવાનું કામ કરે તેવા ઉતાવળભર્યા કોઇ નિષ્કર્ષની જરૂર નથી.”
લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-૧૭૧ ૧૨ જૂન ૨૦૨૫ના દિવસે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાના થોડા સમય પછી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક હોસ્ટેલના કોમ્પલેક્સમાં ક્રેશ થઇ હતી. આ ઘટનામાં ૨૪૧ લોકો માર્યા ગયા હતા જ્યારે એક મુસાફરનો બચાવ થયો હતો. આ ફ્લાઇટનું સંચાલન પાયલોટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલ અને કો-પાયલોટ કેપ્ટન ક્લાઇવ કુંદર દ્વારા કરવામાં આવ્યું હતું.
પીડિતોના શબોને જે ખરાબ રીતે બળી ગયા હતા જે ઓળખી શકાતા નહતા, તેમને ઓળખ અને ડીએનએ મેચિંગ માટે અસારવા વિસ્તારમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પોતાનો ભાઇ, ભત્રીજી અને કાકી ગુમાવનારા રોમિન વોહરાએ દાવો કર્યો હતો કે, ૧૩ જૂને તે પોકાના પરિવારના સભ્યોના શબને શોધવા શબઘરમાં ગયો હતો ત્યાં કેપ્ટન સભરવાલનો મૃતદેહ જાયો હતો.
રોમિન વોહરાએ જણાવ્યું, ” તેને શબઘરમાં એટલા માટે અંદર જવા દેવામાં આવ્યો હતો કારણ કે તેઓ તબીબી ક્ષેત્ર સાથે જાડાયેલો હતો. રોમિન વોહરાએ કહ્યું, “આ દુર્ઘટનામાં મારા ભાઇ, મારા ભાઇની દીકરી અને મારી કાકીનું મોત થયું હતું. દુર્ઘટનાના એક દિવસ બાદ હું તેમની ઓળખ કરવા ત્યા ગય હતો. તબીબી ક્ષેત્ર સાથે જાડાયેલો હોવાને કારણે કેટલાક લોકો મારા સંપર્કમાં પણ હતા, માટે મને શબઘરની અંદર જવાની પરવાનગી મળી હતી.”
રોમિન વોહરાએ જણાવ્યું, કેપ્ટન સભરવાલનો શબ, બાકી શબોથી અલગ, એક ટેબલની એકબાજુએ રાખવામાં આવ્યો હતો. તે સમયે શરીર કડક અને બેઠેલી સ્થિતિમાં હતું, જાણે કે તે હજુ પણ તેની સીટ પર બેઠો હોય. તેમના હાથમાં સ્ટીયરીંગ (કંટ્રોલ યોક અથવા કોલમ) પકડી રાખેલી હતી. તેના પગ વળેલા હતા, જ્યારે તેના હાથ આગળ ખેંચાયેલા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું કંટ્રોલ હજુ પણ પાયલોટના હાથમાં હતું તો જવાબ આપ્યો, “હાં, સ્ટીયરીંગ તેના હાથમાં હતું.” રોમિન વોહરાએ દાવો કર્યો કે કેપ્ટને યુનિફોર્મ પહેરેલો હતો જેનાથી તેમને મૃતદેહ ઓળખવામાં મદદ મળી હતી.