ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી આગામી ૧૭ મે થી ૨૩ મે ૨૦૨૬ દરમિયાન ભવ્ય ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પ્રખર વક્તા શાસ્ત્રી રાકેશભાઈ મહેતા પોતાની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ ૪૦ યુગલો પૂજા-અર્ચનામાં બેસશે અને વિવિધ કૃષ્ણ જન્મોત્સવ જેવા ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. ૧૨ વીઘાના વિશાળ પ્રાંગણમાં આકર્ષક રજવાડી ગેટ, ભવ્ય લાઈટિંગ ડોમ અને એલ.ઈ.ડી. સ્ક્રીન સાથે જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે જય દવે, મનસુખભાઈ વસોયા અને રાજ પટેલ જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ-ગરબા અને ભવ્ય લોકસંતવાણી ડાયરાની રમઝટ બોલશે. સંતો-મહંતો અને રાજકીય-સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિવાળા આ પાવન અવસરે પધારવા ગ્રામજનોએ ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.







































