ભાવનગરમાં અશાંતધારાના ઉલ્લંઘનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં અશાંતધારો લાગુ થયા બાદ કાયદાના ભંગની રાજ્યની ત્રીજી અને ભાવનગર શહેરની બીજી ફરિયાદ નોંધાઇ છે. શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ૩૩ લાખની મિલકતનો સોદો કરવા બદલ ખરીદનાર અને વેચનાર બન્ને શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત જાઇએ તો ભાવનગરના જૂના માણેકવાડી વિસ્તારમાં પ્લોટ નંબર ૫૮૨માં આવેલા સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે સ્થિત ફ્લેટ નંબર મ્/૧૦ના વેચાણમાં કાયદાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. આ મિલકત અશાંતધારા હેઠળ આવતી હોવા છતાં, જિલ્લા કલેક્ટરની જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ તેનું ખરીદ-વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. આ મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મિલકત વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ભાવનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૫ (ઉત્તર કૃષ્ણનગર રૂવા)માં સીટ નંબર ૧૩૫, સીટી સર્વે નંબર ૪૨૮૧ અને ૪૨૮૨ હેઠળ, જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૫૮૨ સ્થિત ‘સુરભી એપાર્ટમેન્ટ’ના ત્રીજા માળે ફ્લેટ નંબર મ્/૧૦ આવેલો છે. આ મિલકતના મૂળ માલિક ચંદ્રકાંત ભગવાનદાસ લંગાળીયાએ કલેક્ટરની પૂર્વ પરવાનગી લીધા વિના પોતાની આ મિલકત જીલાનીભાઇ સલીમભાઇ ધોળીયાને ૩૩ લાખમાં વેચી દીધી હતી.
અશાંતધારાના નિયમોનો સરેઆમ ભંગ થતાં, વિદ્યાનગરના સીટી મામલતદાર દ્વારા આ મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરીને ફ્લેટના મૂળ માલિક ચંદ્રકાંત ભગવાનદાસ લંગાળીયા અને ખરીદનાર જીલાનીભાઇ સલીમભાઇ ધોળીયા બંનેની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મહ¥વપૂર્ણ છે કે, આ પહેલા અમદાવાદ અને ભાવનગરમાં અશાંતધારાની ફરિયાદ નોંધાઇ ચુકી છે. ભાવનગરમાં બે મહિના પહેલા ક્રેસન્ટ વિસ્તારમાં જમીન મિલકતના સોદામાં અશાંતધારાની ફરિયાદ નોંધાઇ હતી.
ગુજરાતમાં અશાંતધારો એ સામાજિક સૌહાર્દ જાળવવા અને ચોક્કસ વિસ્તારોમાં મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો મહત્વપૂર્ણ કાયદો છે. માર્ચ ૨૦૨૬માં ગુજરાત વિધાનસભામાં આ કાયદામાં સુધારા કરીને તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.









































