સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકો માટે ભવ્ય ‘બાળ રમતોત્સવ’નું આયોજન કરાયું હતું. ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ છોડી મેદાની રમતો તરફ વળે અને તેમની શારીરિક-માનસિક શક્તિઓ ખીલે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, એસ.પી. સંજય કરાત, ડીવાયએસપી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના પ્રમુખ પારેખ, દીપકભાઈ શેઠ અને વિનુભાઈ રાવળ સહિતના ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કેતનભાઈ ખુમાણના સંચાલન હેઠળ યોજાયેલા આ ઉત્સવમાં વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા અને અંતે અલ્પાહાર યોજાયો હતો.