હવામાન વિભાગ દ્વારા અગામી પાંચ દિવસની આગાહી આજે જાહેર કરવમાં આવી જે મુજબ અગામી ૪૮ કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં ત્યાર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે. ૩૦ અને ૩૧ મેના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧ જૂનના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨ જૂનના અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સૌથી ગરમ શહેરમાં સુરેન્દ્રનગર રહ્યું હતું.
લાંબા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં મૌસમનો મિજાજ ઝડપથી બદલાવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદની ધમાકેદાર આગાહી કરવામાં આવી છે, જેને પગલે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. હાલમાં ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું, પરંતુ હવે ટૂંક સમયમાં જ વરસેલા વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી જશે.
જા ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની સત્તાવાર આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાવા મળશે નહીં. જાકે, ૩ દિવસ બાદ ગુજરાતમાં વાતાવરણ પલટાશે અને ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થશે. રાજ્યમાં ૩૦ મે થી ૨ જૂન સુધી થન્ડરસ્ટોર્મ એકટીવિટી (ગાજવીજ અને ભારે પવન) સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આ આગાહી અંતર્ગત ૩૦ અને ૩૧ મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ૧ જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ ૨ જૂનના રોજ પણ વરસાદનું જાર યથાવત રહેશે અને અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લામાં મેઘમહેર જાવા મળશે. આમ, આગામી દિવસોમાં લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મુક્તિ મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ૨૨ જેટલા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી ઘટતા લોકોને મોટી રાહત મળશે, જેમાં દિલ્હીમાં તો આવતીકાલથી જ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી જ વરસાદની શક્યતા છે, જ્યારે આસામ અને મેઘાલયમાં પણ આજથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. તેની સાથે જ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









































