આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ સોમવારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢની મફતપરા શાળા, પાલડીની સ્વામી અખંડાનંદ માધ્યમિક શાળા અને માટેલની અનુદાનિત શાળાના ખાતમુહૂર્ત કર્યા હતા.ઉર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટ અને દલાલ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા શાળાઓના નવા શૈક્ષણિક ભવન બનાવવામાં આવશે. આ પ્રસંગે નિવૃત્ત નાયબ નિયામક આર. એસ. ઉપાધ્યાય, અજય જોષી, કેળવણી નિરીક્ષક ઉલવા, હાસ્યકલાકાર ધરમ વાકાણી, બિલ્ડર અજય શુક્લ, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.