પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત જાફરાબાદ તાલુકાની ‘કન્યા શાળા ટીંબી કેન્દ્ર નં. ૧૬’ ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક (સ્થાનિક, સામાન્ય ઉમેદવાર)ની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. આ જગ્યા માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી તા. ૧૫ જૂન, ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકશે.જાફરાબાદ મામલતદાર કચેરીની યાદી મુજબ, ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત અને ૨૦ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આ માટે પાત્ર ગણાશે. નિયત નમૂનાના કોરા અરજી પત્રકો જાફરાબાદ તાલુકા મામલતદાર કચેરીમાંથી જાહેર રજા સિવાયના કામકાજના દિવસો દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે. ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજી ફોર્મ તા. ૧૫.૦૬.૨૦૨૬ ના રોજ બપોરે ૩ઃ૦૦ વાગ્યા પહેલા મામલતદાર કચેરી, જાફરાબાદ ખાતે રૂબરૂમાં સબમિટ કરવાનું રહેશે.









































