રાજુલા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન સર્જાતી લોહીની અછતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા માટે ‘શ્રી બાપા સીતારામ સેવા સમિતિ’ દ્વારા આગામી ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી એક ભવ્ય ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.બસ સ્ટેશન સામે આવેલી લોહાણા મહાજન વાડી (એ.સી. હોલ) ખાતે યોજાનારા આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે થશે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી યોજાનારા આ સેવા યજ્ઞમાં રક્તદાન કરનાર દરેક નાગરિકને આકર્ષક ગિફ્‌ટ આપી સન્માનિત કરાશે તેમજ તેમના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આયોજક સાગર સરવૈયા અને તેમની ટીમ દ્વારા રાજુલાની જનતાને આ ભગીરથ કાર્યમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.