બાબરા તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ આજે કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના સાથે વિધિવત કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે પ્રમુખ તરીકે તુષારભાઈ રામાણી, ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન કારેણા અને કારોબારી ચેરમેન તરીકે માધવભાઈ કટારીયાએ ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે કલ્પેશભાઈ મકવાણા અને દંડક તરીકે હીનાબેન ગરૈયાએ પણ પદભાર સંભાળ્યો હતો.કાર્યભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ તુષારભાઈ રામાણીએ જણાવ્યું કે, બાબરા તાલુકાના સર્વાંગી વિકાસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.










































