આજના સમયમાં જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે સઘન મહેનત કરી રહ્યા છે, ત્યાં બાબરાની એક નાનકડી દીકરીએ પોતાના શિક્ષણપ્રેમ, સંસ્કાર અને સંસ્થા પ્રત્યેની
કૃતજ્ઞતાનો અનોખો દાખલો પૂરું પાડ્યો છે. ગાંધીનગરસ્થિત દ્ભડ્ઢઈ્ (કાઠી દરબાર એજ્યુકેશન ટીમ) દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
આ સંસ્થામાં અભ્યાસ કરતી બાબરાની વિદ્યાર્થીની આરાધનાબેન ગૌતમભાઈ માંજરીયાએ રાજ્ય સરકારની ઁજીઈ (પ્રાથમિક શિષ્યવૃત્તિ) પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. રાજ્ય સરકાર તરફથી મળેલી અંદાજે રૂ. ૧૨,૦૦૦ની આ શિષ્યવૃત્તિની સંપૂર્ણ રકમ આરાધનાબેને દ્ભડ્ઢઈ્ સંસ્થાને અર્પણ કરી હતી. નાની ઉંમરે લીધેલો આ નિર્ણય તેમની સંસ્થા પ્રત્યેની લાગણી, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમાજપ્રત્યેની જવાબદારીની ભાવનાને વ્યક્ત કરે છે. સંસ્થાના હોદ્દેદારો તથા સમાજના આગેવાનોએ આરાધનાબેનને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.









































