દામનગરમાં અધિક માસ નિમિત્તે તન્ના પરિવારે વડિલ માતાઓને તીર્થયાત્રા કરાવી હતી. સ્વ. મનીષાબેન વિનંતીભાઈ તન્નાની સ્મૃતિમાં વડીલ બહેનો માટે કુંડળધામ, સાળંગપુર, ઘેલા સોમનાથ, ગઢડા જેવા સ્થળોએ એક દિવસ માટે યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ચા-પાણી, નાસ્તો તેમજ પ્રસાદીની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યાત્રા પ્રવાસને સફળ બનાવવા મહેશભાઈ ચૌહાણ, મનસુખભાઈ મેવાડા અને અન્ય મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.