પીઢ અભિનેતા શિશિર શર્માએ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ વિશે વાત કરતા કહ્યું કે તેમને એ માનવું મુશ્કેલ લાગે છે કે અભિનેતાએ આત્મહત્યા કરી છે. “પર્મેનન્ટ રૂમમેટ્સ” ના અભિનેતાએ કહ્યું, “મને નથી લાગતું કે તે આ પ્રકારનો વ્યક્તિ હતો જે આવું પગલું ભરશે.” આજે પણ, સુશાંત સિંહ રાજપૂતના ચાહકો અને પ્રશંસકો તેને ભૂલી શક્યાં નથી. અભિનેતાનું મૃત્યુ દરેક માટે એક રહસ્ય રહ્યું છે. સુશાંત આજે આપણી સાથે ન હોય, પરંતુ તેને હંમેશા તેના કામ માટે યાદ કરવામાં આવશે.
સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં, શિશિરે સુશાંતના અચાનક મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે સુશાંતે આત્મહત્યા કરી છે, ત્યારે શિશિરે કહ્યું કે સ્વર્ગસ્થ અભિનેતા એવા પ્રકારનો વ્યક્તિ નહોતો જે આવું પગલું ભરશે. તેમણે તે દિવસને પણ યાદ કર્યો જ્યારે તેમને પહેલી વાર સુશાંતના મૃત્યુ વિશે ખબર પડી.
શિશિરે કહ્યું કે ૧૪ જૂનના રોજ સાંજે ૪ વાગ્યે તેમને સુશાંતના મૃત્યુનો સંદેશ મળ્યો. તેમણે વધુમાં કહ્યું કે આ સમાચારથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેઓ વિચારી રહ્યા હતા કે આટલા પ્રતિભાશાળી અભિનેતાનું મૃત્યુ કેવી રીતે અને શા માટે થયું. તે ક્ષણને યાદ કરતાં તેમણે કહ્યું સુશાંતના મૃત્યુ વિશે જાણ્યા પછી, તેમણે વિચાર્યું કે શું થયું તે સમજવા માટે તેમણે કોની સાથે વાત કરવી જાઈએ. તેઓ સુશાંતની આત્મહત્યા પર વિશ્વાસ કરી શક્યાં નહીં. તેમણે કહ્યુંઃ
“કોઈક કારણ હોવું જાઈએ; કોઈ આત્મહત્યા કરતું નથી. હવે મારે કોની સાથે વાત કરવી જાઈએ? મેં ફક્ત વાત ત્યાં જ છોડી દીધી અને કહ્યું, ‘એ ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી ઘટના એવી વ્યક્તિ સાથે બની જેણે અભિનય વ્યવસાયને આટલી ગંભીરતાથી લીધો.'”














































