ઈંધણ બચાવવા માટે પીએમ મોદીએ કરેલી અપીલનો અમલ અમરેલી એસ.ટી.વિભાગીય નિયામકે જવાબદારીપૂર્વક કર્યો છે. વિભાગીય નિયામકને સરકારી ગાડી ફાળવવામાં આવી હોવા છતાં તેનો ઉપયોગ કરવાને બદલે એસ.ટી.બસનો ઉપયોગ કરી અન્ય અધિકારીઓને રાહ ચિંધ્યો છે. હાલ દેશમાં ડીઝલની ભારે તંગી જાવા મળી રહી છે. જેને લઈ પીએમ મોદીએ ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. જેને લઈ અમરેલી એસ.ટી.વિભાગીય નિયામક ભાવેશ પટેલે તાજેતરમાં બગસરા ખાતે ડીઝલ બચાવવા અને અકસ્માત નિવારવા બાબતે યોજાયેલી મીટીંગમાં પોતાની સરકારી ગાડી લઈ જવાને બદલે એસ.ટી.બસનો ઉપયોગ કર્યો હતો. વિભાગીય નિયામક ભાવેશ પટેલ સામાન્ય મુસાફરોની જેમ જ બસ મારફતે બગસરા મીટીંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને મીટીંગ પુરી થયા બાદ એસ.ટી.બસમાં જ અમરેલી પરત ફર્યા હતા. વિભાગીય નિયાયકે પોતાની સરકારી ગાડીનો ઉપયોગ કરવાને બદલે એસ.ટી.બસનો ઉપયોગ કરીને અન્ય અધિકારીઓને પણ રાહ ચિંધ્યો છે.