અભિનેત્રી સોનાક્ષી સિંહાના ઘરના ફોટાએ બધાને સ્તબ્ધ કરી દીધા. તે હંમેશા તેની દરેક મિલકતમાં પોતાનો અનોખો સ્પર્શ ઉમેરે છે. સોનાક્ષી રોકાણમાં પણ ખૂબ જ કુશળ છે, અને હવે તેણે પોતાનું ઘર કુવૈત દૂતાવાસને ભાડે આપ્યું છે.સીઆરઇ મેટ્રિક્સના નવા દસ્તાવેજા અનુસાર, સોનાક્ષી સિંહાએ મુંબઈના બાંદ્રામાં પોતાનું વૈભવી એપાર્ટમેન્ટ કુવૈત દૂતાવાસને એક વર્ષ માટે કુલ ૧.૯૨ કરોડના ભાડા પર ભાડે આપ્યું છે. કુવૈતના કોન્સ્યુલ જનરલ, ઇમાદ અબ્દુલ અઝીઝ અલ-ખારાજે તેમના પરિવાર અને સ્ટાફ માટે આ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે.
આ એપાર્ટમેન્ટ બાંદ્રા વેસ્ટમાં ૮૧ ઓરેટ નામની ઇમારતના ઉપરના માળે આવેલું છે. દસ્તાવેજા અનુસાર, આ એપાર્ટમેન્ટમાં ૪,૩૫૦ ચોરસ ફૂટનો કાર્પેટ વિસ્તાર છે, જેમાં ૨૭ ચોરસ ફૂટનો નોકરોના શૌચાલયનો વિસ્તાર પણ શામેલ છે. દસ્તાવેજા દર્શાવે છે કે આ વ્યવહાર ૨૫ મે, ૨૦૨૬ ના રોજ રજીસ્ટર થયો હતો, જેના માટે ૯૬,૦૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી અને ૧,૦૦૦ ની નોંધણી ફી ચૂકવવામાં આવી હતી.
માસિક ભાડું ૧૨ મહિના માટે ૧૬ લાખ છે. લીઝ ૭ જૂન, ૨૦૨૬ થી શરૂ થાય છે, અને લાઇસન્સ ૬ જૂન, ૨૦૨૭ ના રોજ સમાપ્ત થાય છે. એપાર્ટમેન્ટની સાથે ત્રણ પા‹કગ સ્લોટ પણ ભાડે આપવામાં આવ્યા હતા.
આ ઈમારતમાં એક જીમ, લાઈબ્રેરી, મીટિંગ રૂમ, બે સ્વીમિંગ પુલ (એક પુરુષો માટે અને એક મહિલાઓ માટે), વોકિંગ અને જાગિંગ ટ્રેક, બેન્ક્વેટ હોલ, ત્રણ બગીચા, યોગ સ્ટુડિયો, ઓપન-સ્કાય ફિટનેસ સેન્ટર, બાળકો માટે રમવાનો વિસ્તાર અને ક્લબહાઉસ છે. ભાડૂઆતો આ સુવિધાઓનો ઉપયોગ કોઈપણ વધારાના ખર્ચ વિના કરી શકે છે. મુંબઈમાં કુવૈત દૂતાવાસ દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં કેસી કોલેજ પાસે આવેલું છે.
સોનાક્ષી સિંહા એક ભારતીય બોલિવૂડ અભિનેત્રી છે જે હિન્દી સિનેમામાં તેના કામ માટે જાણીતી છે. તેણીએ ૨૦૧૦ માં સલમાન ખાનની ફિલ્મ “દબંગ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં “રાઉડી રાઠોડ,” “લૂટેરા,” અને “અકીરા” જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવી હતી. તેણી અનેક સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સ અને મ્યુઝિક સિંગલ્સમાં પણ દેખાઈ છે.















































