અમરેલી પોલીસે નાર્કોટીક્સના કારોબાર સામે લાલ આંખ કરી મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં અમરેલી SOG દ્વારા રાજુલા-જાફરાબાદ રોડ પરથી ૫ કિલો ૨૧૮ ગ્રામ સુકા ગાંજા સાથે પકડાયેલા બિહારના શખ્સના મકાનમાંથી સાવરકુંડલા રૂરલ પોલીસે વધુ રૂ.૨.૯૮ લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે.આ કેસની વિગત મુજબ, રાજુલામાં દાખલ થયેલા NDPS ગુનાની આગળની તપાસ ચલાવી રહેલા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એલ.ચૌધરીએ જેલના સળિયા પાછળ ધકેલાયેલા મૂળ બિહારના આરોપી ગૌતમકુમાર દિલીપકુમાર ઝા (પંડીત) (ઉં.વ. ૩૭) ના રહેણાંક મકાનમાં ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સર્ચ દરમિયાન આરોપીના ઘરેથી વધુ ૫ કિલો ૯૭૬ ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૨,૯૮,૮૦૦/- નો આ જથ્થો કબ્જે કર્યો છે. અગાઉ ર્જીંય્ એ રૂ.૨.૬૦ લાખનો ગાંજો પકડ્‌યો હતો, જેથી હવે આ ગુનામાં રિકવર થયેલા કુલ ગાંજાની કિંમત રૂ.૫.૫૯ લાખથી વધુ થવા જાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.