અમરેલી જિલ્લામાં પોલીસ સાયબર ફ્રોડ સામે સતત અવેરનેસ કેમ્પેન ચલાવતી હોવા છતાં સમયાંતરે કિસ્સા સામે આવતા રહે છે. આવો જ કિસ્સો લાઠી પંથકમાં સામે આવ્યો હતો.
કેરિયા ગામે અજાણ્યા ગઠિયાએ ખેડૂતને પોતાની ખોટી ઓળખ આપી અને વિશ્વાસમાં લઈ બેંક ખાતામાંથી હજારો રૂપિયા સેરવી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જગદીશભાઇ ધીરૂભાઇ ગામી (ઉં.વ.૪૫)એ અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ ખોટી ઓળખ આપી, ખોટી હકીકત રજૂ કરી તેમની સાથે વિશ્વાસઘાત કરી ર્ર્ય્ખ્તઙ્મી ઁટ્ઠઅ એકાઉન્ટ ચલાવડાવી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂ.૩૧,૦૬૯ ની રકમ કપાવી લઈ સાયબર ફ્રોડ કર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પી આઈ એમ.બી.ઔસુરા વધુ તપાસ કરી રહ્યા છે.