લીલીયા મોટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે આધારકાર્ડ સંબંધિત કામગીરી હવે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરાયેલી આ વ્યવસ્થાના કારણે સ્થાનિક લોકોને નવા આધારકાર્ડ કઢાવવા અથવા જૂના કાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરાવવા માટે પડતી મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે.અગાઉ આ નાની-મોટી કામગીરી માટે પણ લોકોને દૂરના શહેરો કે કેન્દ્રો પર ધક્કા ખાવા પડતા હતા, જેના લીધે તેમનો કિંમતી સમય અને પૈસા બંનેનો ભારે વ્યય થતો હતો. હવે લીલીયા મોટાની પોસ્ટ ઓફિસ ખાતે જ નવું આધારકાર્ડ બનાવવાની સાથે નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઈલ નંબર અપડેટ કરવા જેવી તમામ સુવિધાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.









































