અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય તથા વોર્ડ નંબર ૩ના પ્રતિનિધિ દેવરાજભાઈ બાબરીયા સહિતના આગેવાનો સાથે નગરપાલિકાના સભ્યોએ એક શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ બેઠક દરમિયાન તમામ સભ્યોએ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ વોર્ડ વિસ્તારના બાકી રહેલા વિકાસલક્ષી કામો તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે પ્રમુખને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને પ્રમુખે હકારાત્મક પ્રતિસાદ આપી વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી હતી. આ પ્રેરણાદાયી પ્રસંગે વિજયભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ બગડા, ભગુભાઈ સોલંકી, જેંતીભાઈ સોંદરવા, દિલીપભાઈ ચાવડા, જયરાજભાઈ દાફડા, જગદીશભાઈ ચૌહાણ અને અશોકભાઈ દાફડા સહિતના અગ્રણીઓ તથા સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.