અમદાવાદ એરપોર્ટ પર આજે અલગ-અલગ એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક જ દિવસમાં વિવિધ એરલાઇન્સની હવાઈ સેવા ખોરવાતા એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જાવા મળ્યો હતો. ફ્લાઇટ રદ થયા બાદ મુસાફરોને લાંબા સમય સુધી રાહ જાવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે.મળતી માહિતી મુજબ, સ્ટાર એરની અમદાવાદથી દીવ થઈ ગોવા જતી ફ્લાઇટ જી૫ ૪૨૪ રદ કરવામાં આવી છે. બીજી તરફ, ઇન્ડિગોનિ અમદાવાદ-દીવ અને દીવ-અમદાવાદ બંને ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત અકાસા એરલાઇન્સની અમદાવાદ-કોલકાતા અને કોલકાતા-અમદાવાદ ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. અકાસાની બંને ફ્લાઇટ્સ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
અચાનક ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોના આક્ષેપ મુજબ, ફ્લાઇટ રદ થયા બાદ તેમને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નહોતી, જેના કારણે એરપોર્ટ પર લાંબી રાહ જાવાની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોએ એરલાઇન્સની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ફ્લાઇટ રદ થવા અંગે એરલાઇન્સના સિનિયર અધિકારીઓ પાસેથી પણ યોગ્ય અને સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
એક જ દિવસમાં સ્ટાર એર, ઈન્ડીગો અને અકાસા એરલાઇન્સની સેવા ખોરવાતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી હતી. અચાનક ફ્લાઇટ કેન્સલેશનના કારણે મુસાફરોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. મુસાફરોએ ફ્લાઇટ રદ થાય ત્યારે એરલાઇન્સ દ્વારા સમયસર જાણકારી અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરી છે.



































