દામનગર શહેરના કોળીવાડ વિસ્તારમાં જૈન વાડી પાસે, જૂની શાક માર્કેટ પાછળના ચોકમાં આશરે ચાલીસ વર્ષ જૂનો સિમેન્ટનો વીજ થાંભલો આવેલો છે. આ થાંભલો નીચેથી
તદ્દન જર્જરીત થઈ ગયો હોવાથી ગમે ત્યારે પડી જવાનો અને મોટી દૂર્ઘટના સર્જાવાનો ભય રહે છે. ચોમાસું નજીક હોવાથી પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. આ જોખમી થાંભલો વાહનો અને રાહદારીઓ માટે પણ અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત થાય તે પહેલાં, સ્થાનિક પ્રશાસન અને વિદ્યુત બોર્ડ આ થાંભલાને અન્ય સલામત સ્થળે ખસેડે તેવી રહીશોની ઉગ્ર માંગ છે.