વર્ષ ૨૦૨૨ દરમિયાન વડીયાના તત્કાલીન પ્રિન્સિપલ સિવિલ જજ વિપુલકુમાર મહેશકુમાર જોષીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી બરતરફ કર્યા છે. વડીયામાં ફરજ દરમિયાન સ્ટાફ, વકીલો અને પોલીસ તંત્ર પ્રત્યેના તેમના અયોગ્ય વલણને કારણે સ્થાનિક બાર એસોસિએશને હાઈકોર્ટ સુધી લેખિત રજૂઆતો કરી હતી, તેમજ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો હતો.ત્યારબાદ તેમની જૂનાગઢ બદલી કરીને વિભાગીય તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ થયેલી આ તપાસમાં તેઓ કસુરવાર ઠરતા કાનૂની વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત સિવિલ સર્વિસ નિયમો હેઠળ આ કડક હુકમ કરાયો છે.








































