ધારીના વીરપુર ગામે કબાટમાં રાખેલા રોકડા રૂ. ૯૦ હજારની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જયંતીભાઈ મોહનભાઈ વાળા (ઉં.વ. ૪૦)એ શામજીભાઈ મનુભાઈ ચારોલીયાના દીકરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ વીરપુર ગામે તેમના રહેણાંક મકાનના રૂમની અંદર રહેલા કબાટના તાળા તોડી, મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂ. ૯૦,૦૦૦ની ચોરી કરી હતી.
ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રેખાબેન
વજુભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































