ધારીમાં મોટર સાયકલ પર થતી ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. હીમખીમડીપરામાં રહેતો સતીશ ઉર્ફે સતુ વાસુરભાઇ બોરીચા (ઉ.વ.૨૪) મોટર સાયકલ લઈને પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૧૬ બોટલ ઝડપાઈ હતી. પોલીસે બાઈક, દારૂની બોટલો સહિત ૩૫,૩૨૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેણે આ જથ્થો કુબડાના રવીભાઈ ગભરૂભાઈ વાળા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. જિલ્લામાં ત્રણ મહિલા સહિત નવ લોકો પાસેથી ૨૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૦ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.






































