વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા સ્થીત એલએન્ડટી પ્લાન્ટની મુલાકાત લીધી,હોવિત્ઝર તોપો અને આર્મર્ડ વ્હીકલ્સનું નિરીક્ષણ કર્યું.
સુરત એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે, સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા સ્થીત એલએન્ડટી પ્લાન્ટની મુલાકાત લીધી,હોવિત્ઝર તોપો અને આર્મર્ડ વ્હીકલ્સનું નિરીક્ષણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સુરત પ્રવાસ દરમિયાન હજીરા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત લાર્સન એન્ડ ટુબ્રોના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની વિશેષ મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ અને મહત્વની મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઉંચાઈ આપતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો, મિલિટરી વ્હીકલ્સ અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એલએન્ડટીના અગ્રણી એન્જીનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ભારતીય સેનાની તાકાત વધારવા માટે કંપની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી રહેલી શક્તિશાળી ‘સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો’ આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ તેમજ યુદ્ધના મેદાનમાં તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને ખુલ્લા દિલથી બિરદાવ્યો હતો.
વડાપ્રધાને આ પ્રસંગે ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે વૈશ્વીક સ્તરે ભારતીય ટેકનોલોજી અને એન્જીનિયરિંગની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે હેવી આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના સ્વદેશી ઉત્પાદન માટેનું દેશનું એક મુખ્ય મથક છે. પીએમ મોદીએ ફેક્ટરીમાં વિવિધ શસ્ત્રો અને મશીનરીની જીવંત ઉત્પાદન પ્રક્રિયા નિહાળી હતી અને દેશની સરહદો સુરક્ષિત રાખવામાં આ અદભુત યોગદાન આપવા બદલ વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને શ્રમિકોની આખી ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
સંરક્ષણ નિષ્ણાતોના મતે પીએમ મોદીની આ હજીરા મુલાકાત માત્ર સૈન્ય જ નહીં પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વની છે. આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે પૂર્વ અને પશ્ચિમ ભારતમાં નવી રોજગારીની વિપુલ તકો ઊભી થશે. સાથે જ મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ પ્રોજેક્ટ્‌સમાં મોટા વૈશ્વીક અને સ્થાનિક રોકાણોને વધુ વેગ મળશે તેવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે, સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, સુરત શહેરને સ્વચ્છતા અંગે અનેક એવોર્ડ મળ્યા પણ સુરત હંમેશા સ્વચ્છતા અંગે જાગૃત રહે છે.તેમણે કહ્યું કે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ હું પ્રથમ વખત ગુજરાત આવ્યો છું. મને આનંદ છે કે, જનતાએ ભાજપને ખૂબ પ્રેમ આપ્યો, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે લોકોએ મારા પણ રેકોર્ડ તોડી નાખ્યા છે.
સુરતના લોકોએ મને સૌથી મોટી ભેટ આપી છે, સુરતના એક લાખ લોકોએ મને કચરો ભેટ આપ્યો છે, તેનો મને આનંદ છે. સુરતના ૧ લાખ લોકોએ સ્વચ્છતા અંગે જે જાગૃત્તિ ફેલાવી છે તેનો મને આનંદ છે. દરેક લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃત્તિ ફેલાય તેવો મારો ઉદ્દેશ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતે વડોદરાના સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગશ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે કહ્યું કે, મેં મારા સાથી ગુમાવ્યા તેનું મને દુઃ ખ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ સૌ પ્રથમ જનતાનો આભાર વ્યક્ત કરીને વિશ્વ પર્યાવરણ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એક મહત્વના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં જણાવ્યું હતું કે, “હર્ષભાઈએ આજે સેન્ચુરી ફટકારી છે.” તેમની આ પ્રશંસા રાજ્ય સરકારની સક્રિયતા અને સફળતા દર્શાવે છે. વધુમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વીક નેતૃત્વનો ઉલ્લેખ કરતા ગર્વભેર કહ્યું કે, મોદી સાહેબના સક્ષમ નેતૃત્વના કારણે આજે સમગ્ર દુનિયામાં ભારત દેશની પ્રતિષ્ઠા અને ગરિમા ખૂબ જ વધી ગઈ છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ ગુજરાત પધારે છે, ત્યારે તેઓ હંમેશા રાજ્યની ઝોળી વિકાસના કામોથી ભરી દે છે. તેઓ ક્યારેય ખાલી હાથે આવતા નથી.” તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત દેશમાં વિકાસની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર બિરાજમાન છે.
તાજેતરમાં મળેલી સિદ્ધિઓ વિશે વાત કરતા નાયબ મંત્રીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યોજાયેલા એક વિશેષ સમારોહમાં ગુજરાતને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૫ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સફળતા માત્ર સરકારની નથી, પરંતુ રાજ્યની જનતા અને કર્મઠ તંત્રની છે. ભારતીય રાજકીય ઈતિહાસમાં આ પ્રકારના ભવ્ય અને અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન પ્રથમવાર થયું છે, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે.
સંબોધન દરમિયાન હર્ષભાઈ સંઘવીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલમ ૩૭૦ દૂર કરીને કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે એકરૂપ કરવાનું અને તેને વિકાસની મુખ્યધારામાં લાવવાનું અતિ મહત્વનું કાર્ય કર્યું છે.”
કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ગણાવતા મંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મોદી સરકાર કટિબદ્ધ છે. દેશભરમાં ૪ કરોડથી વધુ પાકાં ઘરોનું નિર્માણ અને ૧૦ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ એ સામાન્ય માનવીના જીવનધોરણને ઊંચું લાવવાની દિશામાં લેવાયેલા મજબૂત કદમ છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે ગુજરાત આ જ વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.