મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડના ઘણા વિસ્તારોમાં જારદાર વિસ્ફોટો સંભળાયા ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ ઇંગ્લેન્ડ ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો હતો. શનિવારે બપોરે ન્યૂ ઇંગ્લેન્ડના રહેવાસીઓએ વિસ્ફોટોની જાણ કર્યા પછી મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડમાં ઇમારતો હચમચી ઉઠેલા વિસ્ફોટોનું કારણ શોધવા માટે પોલીસ એજન્સીઓ અને અન્ય લોકો દોડી ગયા હતા.
અમેરિકન મીટીઅર સોસાયટીએ અહેવાલ આપ્યો હતો કે વિસ્ફોટ ખરેખર લગભગ ૩ ફૂટ પહોળો ઉલ્કાપિંડ હતો, જે બોસ્ટનની ઉત્તરે મેસેચ્યુસેટ્સ સાથેની ન્યૂ હેમ્પશાયર સરહદ નજીક વાતાવરણમાં પ્રવેશ્યો હતો.
સોસાયટીના ફાયરબોલ પ્રોગ્રામ મોનિટર રોબર્ટ લન્સફોર્ડે જણાવ્યું હતું કે જૂથને ડેલવેરથી મોન્ટ્રીયલ સુધી ડઝનેક અહેવાલો મળ્યા હતા, જેમાં લોકોએ કાં તો બેવડા વિસ્ફોટ સાંભળ્યા હતા, જમીન ધ્રુજારી અનુભવી હતી, અથવા અગ્નિગોળો જાયો હતો. તેમણે કહ્યું હતું કે તે દિવસના આકાશમાં એક તારા જેવો દેખાય છે. “તે ચોક્કસપણે સામાન્ય અગ્નિગોળા કરતાં મોટો હતો, લગભગ એક યાર્ડ પહોળો,
લન્સફોર્ડે એમ પણ કહ્યું હતું કે ઉલ્કાપિંડ જમીન સાથે અથડાવાની શક્યતા ઓછી છે. “અમને તેની દિશા અને ગતિ વિશે વધુ માહિતીની જરૂર પડશે, જેમાં અન્ય પરિબળોનો પણ સમાવેશ થાય છે, જેથી ખાતરી કરી શકાય કે તે જમીન સાથે અથડાયો છે કે નહીં. જા તે જમીન સાથે અથડાયા પછી બળી ન જાય, તો તે સંભવતઃ સમુદ્રમાં પડી ગયો હતો.”
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અહેવાલ આપ્યો હતો કે તેમને તેમના ઘરો ધ્રુજતા અનુભવાયા હતા. એકસ પર પોસ્ટ કરાયેલા ઘણા વીડિયોમાં બપોરે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ બે મોટા વિસ્ફોટો જાવા મળ્યા, પરંતુ કોઈ આગ, ધુમાડો કે અન્ય દૃશ્યમાન કારણ નહોતું.










































