સાવરકુંડલા શહેરમાં ગરીબો અને ભિક્ષુકો માટે કાર્યરત ‘ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન’ સંચાલિત ‘પ્રભુનો પ્રસાદ’ પ્રોજેક્ટમાં નિવૃત્ત ય્ઈમ્ કર્મચારી શ્રી મનસુખભાઈ લાડવા તરફથી ૧૫ મણ ઘઉંનું ઉદાર અનુદાન મળ્યું છે. આ સંસ્થા ‘પ્રભુના માણસ’ ગણાતા અસહાય લોકોને દરરોજ સન્માનભેર ગરમાગરમ ભોજન પીરસે છે. આ ભગીરથ કાર્યમાં મળેલા સહયોગ બદલ સંસ્થાના હોદ્દેદારોએ દાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના અન્ય નાગરિકોને પણ આ માનવતાવાદી કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.