બગસરાના હાલરીયા ગામે ખેતરમાં લગાવેલા સિમેન્ટના થાંભલા અને સીસીટીવીમાં તોડફોડ કરીને રૂ. ૧૪,૨૦૦નું નુકસાન કરાયું હતું. આ અંગે ઇમરાનભાઈ હુસેનભાઈ સંવટ (ઉ.વ. ૩૬)એ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમની માલિકીના ખેતરમાં આ અજાણ્યા માણસોએ ગેરકાયદે પ્રવેશ કરીને સિમેન્ટના ૨૩ થાંભલા અને સીસીટીવી કેમેરા તોડી પાડી કુલ રૂ. ૧૪,૨૦૦નું નુકસાન કર્યું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ માધવજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































