અમરેલીમાં એક યુવકે આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી લીધી હતી.મૃતકના ભાઈ દિપકભાઈ બાબુભાઈ ચાવડા (ઉં.વ. ૩૧)એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ, કરણભાઇ બાબુભાઈ ચાવડા (ઉં.વ.૨૭) ઘરની ખરાબ પરિસ્થિતિ અને આર્થિક તંગીના કારણે ઘઉંમાં નાખવાનો (ઝેરી) પાવડર પી ગયા હતા, જેથી તેમનું મરણ નીપજ્યું હતું. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































