લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાના અધિકારવાળા અને સરકારી સ્તરે બાકી રહેલા નાગરિકોના અંગત પ્રશ્નોના નિકાલ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે નાગરિકો પોતાના વણઉકેલાયેલા પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હોય, તેમણે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયની અરજીઓ તારીખ ૧૦ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે ૦૩ઃ૦૦ કલાક સુધીમાં લાઠી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે પહોંચતી કરવાની રહેશે. અરજદારે પોતાની અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ“ એવું સ્પષ્ટપણે અવશ્ય લખવાનું રહેશે, તેમ લાઠી તાલુકાના મામલતદાર દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.