લાખાપાદર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રોટાવેટર નીચે દબાઈ જવાના કારણે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રવિણભાઇ અશ્વિનભાઇ પીલુકીયા (ઉ.વ.૨૨) એ જાહેર કર્યા મુજબ, હમીરભાઇ લાલજીભાઇ પિલુકીયાની લાખાપાદર ગામના પીરદાદા વાળા રસ્તે આવેલ વાડીએ રોટાવેટરની નીચે દબાઈ જવાથી કનુભાઇ અશ્વિનભાઇ પીલુકીયા (ઉ.વ.૩૧) નું મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિરાજભાઇ પ્રતાપભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.