રાજુલા તાલુકાના કુંભારિયા ગામ ખાતે ૩ જૂન, ૨૦૨૬ના રોજ ઉત્કંઠા મહિલા પ્રોડ્‌યુસર કંપની લિમિટેડ સંચાલિત સોલાર કોલ્ડ સ્ટોરેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલ “Soil to Sustainability-૨” પ્રોજેક્ટ હેઠળ અમલમાં મૂકવામાં આવી છે, જે ખેડૂતોને તેમની કૃષિ ઉપજના વૈજ્ઞાનિક સંગ્રહ માટે આધુનિક સુવિધા પૂરી પાડશે.આ કાર્યક્રમમાં APM Terminals ના CSR હેડ શૈલેન્દ્ર ગુપ્તા, કુંભારીયા ગામના સરપંચ ભરતભાઈ રાદડિયા, WAY Foundation તરફથી વૃષા અને પ્રક્ષલ મહેતા, તેમજ Farmfluence તરફથી ગૌરવ શાહ ઉપસ્થિત રહ્યા હતા.