રાજ્યસભા બેઠકો અંગે કોંગ્રેસ પાર્ટીમાં નવા સમીકરણો ઉભરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, મન્સૂર અલી ખાન અને પવન ખેરાને કર્ણાટકમાંથી રાજ્યસભામાં મોકલી શકાય છે. આ ત્રણ નેતાઓના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. પવન ખેરાની રાજ્યસભા ઉમેદવારી અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે.
નીરજ ડાંગી રાજસ્થાનથી પરત ફરી શકે છે. કોંગ્રેસ ડાંગીને બીજી તક આપી શકે છે. કોંગ્રેસ મધ્યપ્રદેશથી રાજ્યસભામાં મહિલા નેતા મોકલવાની પણ ચર્ચા કરી રહી છે. શોભા ઓઝા અને મીનાક્ષી નટરાજન જેવા નામોનો સમાવેશ થાય છે. જાકે, કમલનાથ મધ્યપ્રદેશથી રાજ્યસભામાં ચૂંટણી લડવામાં પણ રસ ધરાવે છે. તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તી અને ઝારખંડના એક સ્થાનિક નેતા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે તેમના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને એકમાત્ર ખાલી રાજ્યસભા બેઠક આપી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેસના રણનીતિકાર પ્રવીણ ચક્રવર્તી પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે. ચક્રવર્તીને કોંગ્રેસ-ટીવીકે ગઠબંધનને આકાર આપવામાં મદદ કરવાનો શ્રેય આપવામાં આવે છે, જેણે તમિલનાડુના રાજકીય પરિદૃશ્યને બદલી નાખ્યું. તમિલનાડુ વિધાનસભામાં ચૂંટાયા બાદ છૈંછડ્ઢસ્દ્ભ નેતા સીવી ષણમુગમે સંસદમાંથી રાજીનામું આપ્યા બાદ આ રાજ્યસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યસભાની પેટાચૂંટણી ૧૮ જૂને યોજાશે. તમિલનાડુમાં કોંગ્રેસ પાર્ટી પાસે ફક્ત પાંચ ધારાસભ્યો છે, જ્યારે ટીવીકે પાસે ૧૦૭ ધારાસભ્યો છે.
૨૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાં ૧૦ રાજ્યોમાં નિવૃત્ત ધારાસભ્યો દ્વારા ખાલી કરાયેલી ૨૪ બેઠકો અને મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં રાજીનામા દ્વારા ખાલી કરાયેલી ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. બધી ૨૭ બેઠકો માટે મતદાન ૧૮ જૂને થશે, અને તે દિવસે સાંજે ૫ વાગ્યા પછી મત ગણતરી કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ ૮ જૂન (બપોરે ૩ વાગ્યા સુધી) છે. સૂચના અનુસાર, નામાંકન પત્રોની ચકાસણી સંબંધિત રિટ‹નગ અધિકારીઓ દ્વારા ૯ જૂને કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન છે.