ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) અમરેલી ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં ધોરણ-૮ પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો આગામી ૨૩ જૂન ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સરકાર દ્વારા એસ.સી., એસ.ટી., મહિલા, દિવ્યાંગ અને એક્સ-આર્મીમેનના આશ્રિતોને તદ્દન મફત તાલીમ આપવામાં આવશે.
આ ઉપરાંત પી.એમ. નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને કોર્સના સમયગાળા મુજબ રૂ. ૧૫,૦૦૦ થી રૂ. ૨૪,૦૦૦ સુધીની આર્થિક સહાય મળશે. અહીં ૨ વર્ષનો કોર્સ પૂર્ણ કરનારને ધોરણ ૧૦ કે ૧૨ની સમકક્ષતાનું પ્રમાણપત્ર અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સીધો પ્રવેશ મળશે તેમજ વિદેશ જવા માટે ઉપયોગી દ્ગઝ્રફ્ પ્રમાણપત્ર પણ અપાશે. તાલીમાર્થીઓને માસિક રૂ. ૫૦૦ની શિષ્યવૃત્તિ, એસ.ટી. બસના મફત પાસ અને રૂ. ૪ લાખનું અકસ્માત વીમા કવચ મળશે. અભ્યાસ બાદ પ્લેસમેન્ટ, લોન સહાય અને એપ્રેન્ટિસશીપની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવાશે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સંસ્થાના વોટ્સએપ નંબર ૯૪૨૯૦ ૯૮૧૬૮ પર દસ્તાવેજો મોકલીને વિનામૂલ્યે ફોર્મ ભરાવી શકશે.





































