ખાંભાના ડેડાણ ગામેથી આઈપીએલ ફાઈનલ મેચ પર જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાઈ રહેલી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પર ભરતભાઇ બાબુભાઇ ગોહિલ નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં મેચનો સ્કોર જોઇ, એક કાગળમાં આંકડા લખી પૈસાની હારજીતનો ક્રિકેટ જુગાર રમાડતા રંગેહાથ ઝડપાયો હતો. પોલીસને તેની પાસેથી રોકડા રૂ. ૯૯૦, ૧ નંગ મોબાઈલ ફોન અને આંકડા લખેલી કાગળની ચીઠ્ઠી સહિત કુલ રૂપિયા ૫,૯૯૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.